Home> India
Advertisement
Prev
Next

નિર્ભયાના 2 દોષિતની ચાલ પર નિચલી કોર્ટે ફેરવી દીધું પાણી, કહ્યું કે...

નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gang Rape Case)ના દોષિતોને ફરી એકવાર કોર્ટમાંથી રાહત નથી મળી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે આદેશમાં જણાવ્યું છે કે જેલ પ્રશાસન તરફથી તમામ દસ્તાવેજ આપી દેવામાં આવ્યા છે અને એમાં કોઈ પણ પ્રકારના આદેશની જરૂર નથી. 

નિર્ભયાના 2 દોષિતની ચાલ પર નિચલી કોર્ટે ફેરવી દીધું પાણી, કહ્યું કે...

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Gang Rape Case)ના દોષિતોને ફરી એકવાર કોર્ટમાંથી રાહત નથી મળી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે શનિવારે આદેશમાં જણાવ્યું છે કે જેલ પ્રશાસન તરફથી તમામ દસ્તાવેજ આપી દેવામાં આવ્યા છે અને એમાં કોઈ પણ પ્રકારના આદેશની જરૂર નથી. આ આદેશ સાથે જ કોર્ટે દોષિતોના વકીલ એ.પી. સિંહ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીનો પણ ફેંસલો કરી દીધો હતો.

fallbacks

Republic Day Special: જાણો, ભારતીય સેનાની સ્પેશિયલ 42 ટીમ અંગે, કેવી છે આકરી તાલિમ

હકીકતમાં બે દોષિતોએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે જેલ પ્રશાસને તેમને દસ્તાવેજ નથી આપ્યા. દોષિતોની અરજી પર સુનાવણી દરમિયાન જેલ પ્રશાસન તરફથી કોર્ટને માહિતી આપવામાં આવી છે કે દોષિતો તરફથી માંગવામાં આવેલા દસ્તાવેજો તેમને આપી દેવામાં આવ્યા છે. તિહાર જેલ પ્રશાસને કોર્ટેમાં કહ્યું છે કે નિર્ભયાના દોષી ઇરાદાપૂર્વક આ મામલામાં વિલંબ કરવા ઇચ્છે છે અને તેમની આ અરજી એ માટેની ચાલ છે.

જે રાશિવાળાઓને સાડાસાતીની પનોતી શરૂ થઈ, તેઓ આજથી જ શરૂ કરી દે આ ઉપાય

તિહાર જેલના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નિર્ભયાના દોષિતોના પરિવારજનોએ તિહાર જેલ પ્રશાસનને પત્ર લખ્યો હતો કે દોષિતોને 1 ફેબ્રુઆરીના દિવસે સવારે 6 વાગ્યે ફાંસી આપી દેવામાં આવશે. આ પહેલાં જો તેમને કોઈ પરિવારજન મળવા ઇચ્છતા હોય તો મળી શકે છે. હાલમાં તિહાર જેલ પ્રશાસન નિર્ભયાના ચાર દોષિતોની અંતિમ ઇચ્છાની રાહ જોઈ રહ્યું છે પણ હજી સુધી દોષિતોએ પોતાની અંતિમ ઇચ્છા જણાવી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More